વ્યસનીઓએ હદ કરી, સુપ્રીમ કોર્ટમાં જ્યાં ત્યાં પાનની પીચકારીનો વિવાદ

સુપ્રીમ કોર્ટ પરિસરમાં પાન, માવા અથવા ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પ્રશાસને એક કડક ચેતવણી જાહેર કરી…

સુપ્રીમ કોર્ટ પરિસરમાં પાન, માવા અથવા ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પ્રશાસને એક કડક ચેતવણી જાહેર કરી છે. કોર્ટે આવા લોકોને આદત સુધારવાની ચેતવણી આપી છે. ગુરુવારે વેબસાઈટ પર પ્રકાશિત એક નોટિસમાં કહેવાયું છે કે કોર્ટ પરિસરમાં થૂંકવાથી ન ફક્ત ગંદકી ફેલાય છે, પણ સંક્રમણનો ખતરો પણ વધે છે.11 ફેબ્રુઆરીના જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે કોર્ટની બિલ્ડિંગનો ઉપયોગ કરનારા અમુક લોકો પાન મસાલા અને ગુટખા ખાઈને દીવાલના ખૂણા, વોશ બેસિન અને ત્યાં સુધી કે પીવાના પાણીની જગ્યા પર થૂંકી દેતા હોય છે.

આ ગંદી આદતના કારણે ન ફક્ત પાણી નીકળવાની જગ્યા જામ થઈ જાય છે, સાથે સંક્રમણ ફેલાવાનો ડર પણ રહેલો છે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં તમામ સંબંધિત લોકોને અપીલ કરી છે. પરિસરમાં પાન મસાલા, ગુટખા અથવા તંબાકુ થૂંકવાનું બંધ કરો અને સાફ સફાઈ બનાવી રાખવાની અપીલ કરી છે. 9 ઓક્ટોબર 2017ના રોજ એક નિર્દેશ જાહેર કરી તંબાકુ અને નિકોટીનવાળા ગુટખા અને પાન મસાલાના નિર્માણ અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ખાદ્ય સુરક્ષા નિયમો અંતર્ગત કોઈ પણ ખાદ્ય ઉત્પાદમાં તંબાકુ અથવા નિકોટીનનો ઉપયોગ વર્જિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *