અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂૂઆતમાં જ 1.21નો ઘટાડો કર્યા બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો ઝીંક્યો છે. અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ CNGના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યા બાદ હવે ગુરુવારે ફરી રૂૂ. 1.50નો તોતિંગ વધારો ઝીંક્યો છે. આમ, ત્રણ વખતના ભાવ વધારા બાદ અમદાવાદમાં CNG રૂૂ. 2.60 જેટલું મોંઘું થયું છે.
2025માં CNGના ભાવમાં ચાર વખત થયેલા વધારાથી CNG રૂૂ. 3.40 જેટલું મોંઘું થયું હતું. પરંતુ ત્યારબાદ 2026ની શરૂૂઆતમાં રૂૂ. 1.21ના ઘટાડા સાથે અમદાવાદમાં CNGનો નવો ભાવ રૂૂ. 81.17 પર પહોંચ્યો હતો. પરંતુ 7 ફેબ્રુઆરી અને હવે 2 એપ્રિલના રોજ થયેલા ભાવ વધારા બાદ અમદાવાદમાં CNGનો ભાવ રૂૂ. 83.77 થયો છે.
અદાણી CNG દ્વારા 2023માં CNGના ભાવમાં અનેક વધારો કરવામાં આવ્યો હતો અને તેના પગલે રિક્ષાચાલકોમાં પણ રોષ ફેલાયો હતો. સરકારમાં પણ તે અંગે અનેક રજૂઆતો થઈ હતી. જોકે, ત્યારબાદ 2024ના વર્ષમાં અદાણી ગ્રૂપ દ્વારા 2023ની સરખામણીમાં ઓછી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 2024ના વર્ષમાં છેલ્લી વખત અદાણી દ્વારા 3 ડિસેમ્બરે CNGના ભાવમાં વધારો કરાયો હતો. ત્યારબાદ 2025ના વર્ષની શરૂૂઆત સાથે જ અદાણી CNG દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરીમાં CNGના ભાવમાં રૂૂ. 1.50નો વધારો કરી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં CNGનો ભાવ રૂૂ. 80.48 જેટલો થઈ ગયો છે. ત્યારબાદ 3 માર્ચના રોજ ભાવમાં 50 પૈસાનો વધારો થતાં ભાવ રૂૂ. 80.98 થઈ ગયા હતા. ત્યારબાદ 11 એપ્રિલના રોજ ફરી ભાવમાં 40 પૈસાનો વધારો કરવામાં આવતા અમદાવાદમાં CNGનો ભાવ રૂૂ. 81.38 થયો હતો અને 2025માં છેલ્લે 2 ઓગસ્ટના રોજ ફરી અદાણી CNG દ્વારા ભાવમાં રૂૂ. 1નો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં CNGનો ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂૂ. 82.38 જેટલો થયો હતો.
આમ, 2025ના વર્ષમાં ચાર વખત CNGના ભાવમાં વધારો થયા બાદ 2026ના વર્ષની શરૂૂઆત સાથે જ રિક્ષાચાલકોને ભાવ ઘટાડાની ભેંટ આપી હતી. 1 જાન્યુઆરી, 2026ના રોજ અદાણી દ્વારા CNGના ભાવમાં રૂૂ. 1.21નો તોતિંગ ઘટાડો કર્યો હતો, જેના પગલે અમદાવાદમાં CNGનો ભાવ રૂૂ. 81.17 પર પહોંચ્યો હતો. જોકે, આ ભાવ ઘટાડાની ખુશી રિક્ષાચાલકોને લાંબો સમય સુધી મળી ન હતી. ભાવ ઘટાડો કરાયાના 23માં દિવસે એટલે કે 23 જાન્યુઆરીના રોજ CNGના ભાવમાં 60 પૈસાનો વધારો કરી દેવાતા ભાવ રૂૂ. 81.77 પર પહોંચ્યા હતા. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી CNGના ભાવમાં કિ.ગ્રા. પર 50 પૈસાનો વધારો કરી દેવાયો છે. જેના પગલે અમદાવાદમાં CNGનો ભાવ રૂૂ. 82.27 થયો હતો.
