કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘એડહોક’ બોનસ મંજૂર, ખાતામાં જમા થશે

દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ જેને એડ-હોક બોનસ તરીકે…

દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ જેને એડ-હોક બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે આપવાની મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર (ખર્ચ વિભાગ) દ્વારા 15 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પાત્ર કર્મચારીઓને 30 દિવસના વેતન જેટલું બોનસ મળશે. જોકે, આ બોનસની ગણતરી માટે માસિક પગારની મહત્તમ મર્યાદા 7,000 રૂૂપિયા નક્કી કરવામાં આવી છે.

ભારત સરકારે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ માટેની મર્યાદા જાહેર કરી છે, જેમાં ફરી એકવાર 7,000 રૂૂપિયાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. સતત 11 વર્ષથી, સરકારે દિવાળી માટે 6,908 રૂૂપિયાની રકમને પૂરતી માની લીધી છે. 8મા કેન્દ્રીય પગાર પંચનો અહેવાલ હજુ પણ બાકી છે; તેના સંબંધિત બેઠકો અચાનક અટકી ગઈ છે.

આ નિર્ણયથી ગ્રુપ C અને નોન-ગેઝેટેડ ગ્રુપ B ના એવા કર્મચારીઓને લાભ થશે, જેઓ કોઈપણ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) યોજના હેઠળ આવતા નથી. સરકારી આદેશ અનુસાર, નીચે મુજબના કર્મચારીઓ આ ’એડ-હોક’ (તત્કાલીન/ચોક્કસ હેતુ માટેના) બોનસ માટે પાત્ર છે. જેમાં નોન-ગેઝેટેડ ગ્રુપ ઇ કર્મચારીઓ, જેઓ અન્ય કોઈ ’પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ’ યોજના હેઠળ આવતા નથી. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો) અને સશસ્ત્ર દળોના પાત્ર કર્મચારીઓ. કેન્દ્ર સરકારનું વેતન માળખું અનુસરતા કેન્દ્રશાસિત પ્રદેશોના પાત્ર કર્મચારીઓ, શરતે કે તેઓ અન્ય કોઈ બોનસ અથવા ’એક્સ-ગ્રેશિયા’ (અનુગ્રહપૂર્વક ચૂકવવામાં આવતી રકમ) યોજના હેઠળ આવતા ન હોય.તેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *