Connect with us

ગુજરાત

ભાજપ સદસ્યતા અભિયાનમાં કાર્યકરો હાંફી ગયા

Published

on

નેતાઓ પાવરના જોરે સભ્યો નોંધવામાં પાવરધા, કાર્યકરો લાચાર, બે કરોડ સામે 70થી 72 લાખ સભ્યો નોંધાયા


ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ગુજરાત સહિત દેશભરમાં વ્યાપક રીતે સદસ્યતા અભિયાનની શરૂૂઆત કરવામાં આવી છે. છ વર્ષ પછી નવેસરથી સભ્યો બનાવવાની પ્રક્રિયામાં, ખાસ કરીને ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે તેના કારણે અભિયાન વિવાદોમાં ઘેરાયું છે. તેના કારણે અનેક સમર્થકોમાં એક રીતે મોળો પ્રતિસાદ મળ્યો હોય એમ બે કરોડ જેટલા નવા સભ્યો બનાવવાના લક્ષ્યાંક સામે માંડ 70થી 72 લાખ નવા સભ્યો બનાવી શકાયા છે. નેતાઓ સતાના જોરે લક્ષ્યાંક નજીક પહોંચી ગયા છે પરંતુ ત્રીજી હરોળના આગેવાનો અને કાર્યકરો હાંફી ગયા છે.


2 સપ્ટેમ્બરથી શરૂૂ થયેલું સદસ્યતા અભિયાનનું પ્રથમ ચરણ 25 સપ્ટેમ્બરે પૂરું થઇ રહ્યું છે. હવે 1 ઓક્ટોબરથી પ્રાથમિક સભ્યોના આધારે નવા સક્રિય સભ્યો સહિતના સભ્યો બનાવવાનું અભિયાન શરૂૂ થવાનું છે.
વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતાં ભાજપના બંધારણ મુજબ, દર છ વર્ષે તમામ સભ્યોનું સભ્યપદ આપોઆપ સમાપ્ત થતું હોય છે અને નવેસરથી સભ્ય નોંધણી કરવા માટે અભિયાન શરૂૂ કરાય છે. ભાજપે 2 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સભ્ય બનાવી તેના અભિયાનનો આરંભ કર્યો એ સાથે ક્યૂઆર કોડ, વેબ સાઇટ અને મિસ્ડ કોલ જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાજપ સાથે જોડાવા માગતા લોકોને સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રથમ સભ્ય બનાવી આરંભ કર્યો હતો. રાજ્યમાં અગાઉના 1.19 કરોડ પ્રાથમિક સભ્યોના લક્ષ્યાંકને વધારીને 2 કરોડ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ લક્ષ્યાંક હાંસલ કરવો બહુ મુશ્કેલ નથી. દરેક જનપ્રતિનિધિએ પોતાને મળેલા મત જેટલા સભ્યો તો બનાવવા જોઇએ. લોકસભા અને વિધાન સભા ચૂંટણીમાં ભાજપને મળેલા મતને ધ્યાનમાં લેવાય, તો પણ આ લક્ષ્યને પાર કરી શકાય એમ છે.


સદસ્યતા અભિયાનના સહ સંયોજક ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું છે કે, અમારું અભિયાન અમારા લક્ષ્યાંક પ્રમાણે આગળ વધી રહ્યું છે. 25 સપ્ટેમ્બરે અભિયાનનો પ્રથમ ચરણ પૂરું થશે. અત્યાર સુધીમાં લગભગ 70થી 72 લાખ જેટલા સભ્યો બની ચૂક્યા છે અને અમને આશા છે કે ઓક્ટોબર માસ સુધીમાં અમે અમારા લક્ષ્ય સુધી પહોંચીશું. અહીં નોંધવું જરૂૂરી છે કે, ભાજપના વિવિધ મોરચા દ્વારા પણ ખાસ પ્રયાસો ચલાવાઇ રહ્યા છે અને એમાં અનેક લોકો પાસે ફોર્મ ભરાવવા વિગતો, ફોટા વગેરે માગવામાં આવે છે એ વિગતો આપવામાં લોકો ખાસ ઉત્સાહ દાખવતા નથી.


અત્યાર સુધી મિસ્ડ કોલના આધારે સભ્ય બની જવાતું હતું એ પધ્ધતિમાં થોડો ફેરફાર કરાયો છે. હવે મિસ્ડ કોલ બાદ સંબંધિત વ્યક્તિને તેના મોબાઇલ પર એક લિન્ક મોકલવામાં આવે છે અને આ લિન્કમાં રહેલા ફોર્મમાં જેને સભ્ય બનવું હોય એ વિગતો, ફોટા વગેરે સબમિટ કર્યા પછી ઓટીપી આવે અને એ ઓટીપી સબમિટ થયા પછી સભ્ય બનાવાય છે.

રોકડની ઓફર, વિદ્યાર્થી-દર્દીને સદસ્ય બનાવવા સહિતના વિવાદ
આ અભિયાન શરૂૂ થયાના એક સપ્તાહમાં જ અનેક વિવાદોથી ઘેરાયું હતું. સુરેન્દ્રનગરમાં એક શાળામાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇને આવવાની ખાસ સૂચના આપીને એમના વાલીઓને બારોબાર સભ્ય બનાવવાનો, મહેસાણામાં એક દર્દીને એક્સ રે કરાવવા માટે નોંધણી કરાવીને, તો ભાવનગરમાં એક પૂર્વ પદાધિકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને સભ્ય બનાવવા કગરતા હોવાના તેમજ એક પદાધિકારીએ તો 100 સભ્યો બનાવો અને રૂૂ.500 રોકડ લઇ જાવ એવું કહી રહ્યા હોય એવા વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ જ રીતે અમદાવાદ, વલસાડમાં તો કોંગ્રેસના નેતાઓને બારોબાર ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાનો આરોપ કોંગ્રેસ મૂક્યો હતો. કોંગ્રેસનો દાવો છે કે ભાજપ સરકારની નબળી કામગીરીના લીધે કોઇ એમના અભિયાનને પ્રતિસાદ આપતું નથી.

ગુજરાત

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

Published

on

By

કોટેચા ચોક અને રૈયા ટેલિ. એક્સચેન્જના સર્કલ તોડી નાના કરાયા

ગ્રીનલેન્ડ ચોકડી, ભક્તિનગર, સોરઠિયાવાડી, જિલ્લા પંચાયત ચોક સહિત અન્ય સાત સર્કલો પણ તોડાશે

રાજકોટ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યામાં રસ્તાઓ ઉપર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલો પણ જવાબદાર હોવાનો રિપોર્ટ આવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રસ્તા દબાવીને બનાવવામાં આવેલા મોટા સર્કલો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આજે કાલાવડ રોડ ઉપરના કોટેચા સર્કલ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ તોડીને રસ્તા ખુલ્લા કરાયા હતાં અને આ સર્કલો નાના કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.


આ સિવાય શહેરના અન્ય સાત સર્કલો પણ તોડી નાના કરવામાં આવનાર છે. જેમાં ગ્રિનલેન્ડ ચોકડી, ભક્તિનગર સર્કલ, આજીડેમ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ચૂનારાવાડ ચોક સર્કલ, જિલ્લા પંચાયત ચોક સર્કલ અને આજી વસાહતમાં આવેલા અમૃલ સર્કલનો સમાવેશ થાય છે. આ સર્કલો પણ આગામી દિવસોમાં તોડીને નાના કરવામાં આવનાર છે.


મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતુ ંકે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના મુખ્યમાર્ગો ઉપર આવેલા મોટા સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને શહેરના 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે નાના કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે આજે કોટેચા ચોક સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તોડી તેને રિડિઝાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


જ્યારે આગામી દિવસોમાં અન્ય સાત સર્કલો પણ તોડી પાડી રિડિઝાઈન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દર મહિને રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વચ્ચે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બેઠક મળે છે. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા અંગે ચર્ચા કરી જરૂરી આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે તોડવા નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading

ક્રાઇમ

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

Published

on

By

રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.

Continue Reading

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading
ગુજરાત7 mins ago

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

આંતરરાષ્ટ્રીય30 mins ago

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

રાષ્ટ્રીય49 mins ago

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

આંતરરાષ્ટ્રીય53 mins ago

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ક્રાઇમ1 hour ago

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

રાષ્ટ્રીય2 hours ago

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

રાષ્ટ્રીય2 hours ago

બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ક્રાઇમ2 hours ago

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Sports2 hours ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય2 hours ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય22 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત23 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending