જિલ્લામાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે નાગરિકો સીધા મને જાણ કરે : પોલીસવડાનો હુંકાર
રાજકોટ જિલ્લાના 34માં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળનાર આઈપીએસ અધિકારી હિમકરસિંહે આજે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. ચાર્જ સંભાળ્યાની સાથે જ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે મુખ્તમને કરેલી ચર્ચામાં રાજકોટ જિલ્લામાં ગુનેગારોને ખો ભૂલાવી દેવાનો હુંકાર કર્યો હતો. જિલ્લામાં સંગઠીત ગુના આચરતા શખ્સો ઉપર લગામ લગાવવા માટે આવા શક્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા હમિકરસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,, જિલ્લામાં લોકો ભયમુક્ત રીતે જીવી શખે તે માટેના પોલીસના પ્રયાસો રહેશે. તેમનું ખાસ ફોક્સ કોર પોલીસીંગ ઉપર રહેશે. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે ખાસ કરીને જ્ઞાતિ આધારિત કોઈ ગુનાખોરી ન થાય અને દંગાફસાદ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. કોર પોલીસના બીજા અન્ય બાબતોમાં કોઈપણ ગુનાઓનું નિવારણ અને તેનું ડિટેક્શન મહત્વનું છે. જિલ્લામાં ગુનાઓ ઓછા બને તેવા પ્રત્નો રહેશે અને જે ગુના બનશે તેમાં તાત્કાલીક ગુનો નોંધાશે ઉપરાંત જિલ્લા પોલીસવડા હિમકરસિંહે મહિલાઓની સુરક્ષાને લઈને વાતચીતમાં જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે એન ઉપરાંત સાયબર ક્રાઈમ માટે પણ લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો સતત કરવામાં આવશે.
જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અંગે તેમણે જણાવ્યું કે, લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરાશે. તેમજ સંગઠીત ગુના આચરતા તત્વો અને ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે રાજકોટ જિલ્લાના નાગરિકોને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ફોન કરીને સીધી માહિતી તેમને આપવા માટે જણાવ્યું હતું.
વધુમાં તેમણે પોલીસ હેલફેર બાબતે વાતચીત કરતા જણાવ્યું કે, પોલીસ કોન્સ્ટેબલથી લઈ ડિવાયએસપી સુધી કોઈ પણની ફરિયાદનું તાત્કાલીક નિરાકરણ કરવામાં આવશે. જિલ્લાપોલીસ ટીમ ભાવના સાથે કામ કરશે.
જિલ્લા પોલીસ વડા હમિકરસિંહે મીડિયાના માધ્યમથી જિલ્લાના નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ રજા સિવાયના દિવસોમાં કોઈ પણ એપોઈમેન્ટ વગર સીધાતેમને મળી શકશે અને રજૂઆત કરી શકશે.
જો હું આઈપીએસ બન્યો ન હોત તો એક ખેડૂત હોત : હિમકરસિંહ
મુળ ઉત્તરપ્રદેશના મુરાદાબાદના વતની આઈપીએસ હિમકરસિંહ 2013ની બેંચના આઈપીએસ અધિકારી છે. તેમના પિતા એક શિક્ષક હતાં ખેડુત પરિવારમાં તેમનો ઉછેર થયો છે. તેઓ નાનપણથી જ પોલીસ અધિકારી બનવાનું સપનું જોતા હતાં આઈપીએસ બન્યા પૂર્વેતેઓ ઈન્કમટેક્સના આસિસ્ટન્ટ કમિશનરતરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે કરવી તેનું આઈપીએસ હિમકરસિંહને ઉંડુ જ્ઞાન છે. તેમણે જણાવ્યું કે, જો તે આઈપીએસ બન્યા ન હોત તો પોતાના ગામમાં તે ખેતીકરતા હોત પોતાના પરિવારમાંથી સૌપ્રથમ આઈપીએસ બનેલા હિમકરસિંહે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. અગાઉ અમરેલીમાં પણ ફરજ દરમિયાન ગુનેગારોને ભોભીતર કરી દેનાર હિમકરસિંહ રાજકોટ જિલ્લામાં ગુનેગારોને ‘કાયદેમે રહો ગે તો ફાયદેમે રહોગે’ તેવો સંદેશો આપ્યો છે.