જામનગરની જૂની આરટીઓ કચેરીના બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

  જામનગરમાં લાખોટા તળાવની પાળ થી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક…

 

જામનગરમાં લાખોટા તળાવની પાળ થી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક સરકારી બિલ્ડીંગોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જેના ભાગરૂૂપે ગઈકાલે બપોર થી જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી- હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.

ટૂંક સમયમાં જ અન્ય સરકારી કચેરીઓ ને પણ તોડી પાડવામાં આવશે, અને ત્યાંથી નવો રોડ તૈયાર કરાશે. જેથી તળાવની પાળેથી સીધા સાત રસ્તા સર્કલમાં પહોંચી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *