ગોંડલ-રાજકોટ હાઈવે પર બેફામ સ્પીડે વાહન ચલાવનાર સામે કાર્યવાહી

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂૂડી ટોલનાકા પાસે સોમવારે બપોરે એક બોલેરો પીકઅપ વાહનના ચાલકે હાઈવે પર પસાર થતા અન્ય વાહનો અને રાહદારીઓના…

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂૂડી ટોલનાકા પાસે સોમવારે બપોરે એક બોલેરો પીકઅપ વાહનના ચાલકે હાઈવે પર પસાર થતા અન્ય વાહનો અને રાહદારીઓના જીવ જોખમાય તે રીતે બેફામ ગતિએ વાહન દોડાવતા ગોંડલ તાલુકા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મગનભાઈ જોગરાજીયા તથા અન્ય સ્ટાફના માણસો સોમવારે બપોરના સમયે હાઈવે પર ટ્રાફિક પેટ્રોલિંગમાં હતા. બપોરે આશરે 12:45 વાગ્યાની આસપાસ ભરૂૂડી ટોલનાકા પાસે એક બોલેરો પીકઅપ (રજીસ્ટ્રેશન નંબર: ૠઉં-03-ઇઢ-7621) ના ચાલકે પોતાનું વાહન ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે આડું-અવળું ચલાવતા તે પોલીસની નજરે ચડ્યો હતો. પોલીસે તુરંત જ ઈશારો કરીને આ વાહનને અટકાવ્યું હતું. વાહન થોભ્યા બાદ પોલીસે સ્થાનિક રાહદારી પંચોને બોલાવીને ચાલકની પૂછપરછ કરી હતી. તપાસમાં ચાલકનું નામ સલીમભાઈ છોટુભાઈ શેખ (ઉંમર વર્ષ 22, ધંધો ડ્રાઇવિંગ, રહે. આનંદપર-નવાગામ, તા. જી. રાજકોટ) હોવાનું સામે આવ્યું હતું.

પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ પોલીસે સલીમભાઈ શેખ વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)-202રી 3 ની કલમ 281 તથા મોટર વાહન અધિનિયમ (ખટ અભિ)ં ની કલમ 184 અને 177 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગુણવંતસિંહ જાડેજાએ હાથ ધરી છે.

છરી સાથે એક શખ્સ ઝડપાયો
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જયદેવસિંહ જાડેજા અને તેમની ટીમે ગોંડલ નેશનલ હાઈવે રોડ પર આવેલી ગુદાળા ચોકડી પાસે જાહેર રોડ પર એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ શખ્સની તપાસ કરતા તેના નેફામાંથી ધારદાર છરી મળી આવી હતી.
પોલીસે રંગીતભાઈ મનસુખભાઈ મકવાણા (ઉંમર વર્ષ 24, ધંધો: મજુરી, રહે. ગુદાળા ખોડિયાર મંદિર પાછળ)ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *