સોમનાથ પોલીસે જાહેરનામા ભંગનો ત્રણ હોટલ-ગેસ્ટહાઉસ માલિકો સામે ગુન્હો નોંધ્યો
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા /દર્શનાર્થે આવતા હોય, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ રીસોર્ટ/હોટલો/ફાર્મ હાઉસો/ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રીસોર્ટ/ ફાર્મહાઉસ/હોટલ ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા માટે જીલ્લા મેજી.સા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચનાના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.09/12/2025 ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. કાગડાનની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના દેવદાનભાઈ એમ કુંભરવાડીયા, મેરામણભાઈ શામળા, ભુપતગીરી મેઘનાથી એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા પો.હેડ કોન્સ. તથા મહાવિરસિંહ જાડેજા તથા કૈલાશસિંહ બારડ પો.કોન્સ.એ રીતેના પોલીસ સ્ટાફ પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ/ગેસ્ટહાઉસ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પોતાની હોટલો/ગેસ્ટ હાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓની પથીક સોફટવેરમાં એન્ટ્રીઓ કર્યા વગર રૂૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરુધ્ધ પ્રભાસ પાટણ પો.સ્ટે. જાહેરનામાં ભંગ મુજબ અલગ અલગ ગુન્હાઓ રજી. કરાવેલ. જેમા દિનેશભાઇ સવજીભાઈ વાજાં પ્રભાસપાટણ, દિપેશભાઈ મનહરલાલ ચૈનાણી પ્રભાસપાટણ,અને મયુરભાઈ દિનેશભાઇ વાજા પ્રભાસપાટણ આ હોટલ/ગેસ્ટ હાઉસ માલીકો/સંચાલકોએ પોતાની હોટલ/ગેસ્ટહાઉસમાં આવતા ઉતારૂૂઓની તથા જરૂૂરી ડોકયુમેન્ટની પથિક નામના સોફ્ટવેરમાં એન્ટ્રી નહી કરી જીલ્લા મેજી.ગીર સોમનાથના જાહેરનામાનો ભંગ કરેલ છે તે બદલ પ્રભાસપાટણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે
