ભાવનગરના બસ સ્ટેન્ડમાં બે મહિના પૂર્વે લિવઈન પાર્ટનરની જમીન પર પછાડી પછાડીને હત્યા નિપજાવનાર યુવકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારાઈ. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમવાર કોર્ટે આરોપી સામે માત્ર 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી સજાનું એલાન કર્યું. હત્યાના બનાવના સીસીટીવી વાઈરલ થતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી હતી અને આરોપીને કડકમાં કડક સજાની માગ ઉઠી હતી.ભાવનગર કોર્ટે જિંદગીના અંતિમ શ્વાસ સુધીની કડક સજા ફટકારી હોવા છતા આરોપીના ચહેરા પર કોઈ અફસોસનો ભાવ ન દેખાયો. ઉલટાનો પોલીસની હાજરીમાં જ હસતો જોવા મળ્યો હતો.
ફૈઝલ ખાટકીએ લિવઈનમાં રહેતી યુવતીની હત્યા કરી’તી 3 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાવનગરના બસ સ્ટેન્ડમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ફૈઝલ ખાટકી નામના યુવકે પોતાની સાથે લિવઈનમાં રહેતી કાજલ બારૈયા નામની યુવતી જમીન પર પછાડી પછાડીને હત્યા નિપજાવી હતી. બનાવ સમયે અનેક લોકો હાજર હોવા છતા કોઈએ વચ્ચે પડવાની હિંમત કરી નહોતી. 4 સપ્ટેમ્બરે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચકચારી કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને એક મહિનાની અંદર જ 4 ઓક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી હતી.
હત્યા કેસમાં 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી સજાનું એલાન આ ગંભીર કેસમાં રાજ્ય સરકારે પણ ત્વરિત સંવેદનશીલતા દાખવી ભોગ બનનાર મહિલાને ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ પીપી તરીકેઉત્પલભાઈ દવેની નિમણૂંક કરવામાં હતી. કોર્ટે દ્વારા 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી આજે સજાનું એલાન કરવામાં આવ્યું. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને પુરાવાઓના આધારે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારવામાં આવી. મહત્વનું છે કે, કોઈ કેસમાં 31 દિવસમાં જ ટ્રાયલ પૂર્ણ કરી સજાનું એલાન કરાયું હોય એવો ભાવનગરનો આ પ્રથમ કેસ છે.ભાવનગર બસ સ્ટેન્ડમાં 3 સપ્ટેમ્બરે શું બન્યું હતું? ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે 3 સપ્ટેમ્બરે આડા સંબંધની શંકા રાખીને ફેઝલ ઉર્ફે ખાટકીએ લિવ-ઇન પાર્ટનર કાજલને જમીન પર પછાડી પછાડીને મારી નાંખી હતી. આ હિંસક ઘટના વખતે બહેનને બચાવવા ગયેલા તેના ભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હોવાની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવીમાં કેદ થઈ હતી.
કાજલ અને ફૈઝલ લિવઈનમાં રહેતા હતા કાજલબેન લગ્નજીવનના છૂટાછેડા બાદ છેલ્લા 13 વર્ષથી પોતાનું બાળક મૂકીને ઘરેથી નીકળી ગયા હતા અને ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની ફુટપાથ પર એકલા રહેતા હતા. આ દરમિયાન છેલ્લા આઠેક વર્ષથી ત્યાં જ રહેતા વરતેજના ફેઝલ ઉર્ફે ખાટકી સાથે પરિચય થતાં બંને સાથે રહેતા હતા. અવારનવાર ઝઘડા થવા છતાં કાજલબેન તેની સાથે જ રહેતા હતા. બનાવના દિવસે ફેઝલે ’હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી’ તેમ કહી કાજલબેનને અપશબ્દો બોલી આડેધડ ઢોરમાર મારી હત્યા નિપજાવી હતી.
કોર્ટે પ્રત્યક્ષદર્શીના નિવેદન અને પુરાવાઓને માન્ય રાખી ચુકાદો આપ્યો યુવતીના ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં નજરે જોનાર સાહેદોની પૂછપરછ કરી ઇગજજની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ રૂૂબરૂૂ નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત, બનાવ સંબંધિત ઈઈઝટ ફૂટેજ મેળવી આરોપી અને ઇજા પામનાર/મરણજનારની સ્પષ્ટ ઓળખ કરવા ફોરેન્સિક વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગના અધિકારીઓએ બનાવસ્થળની મુલાકાત લઈ જરૂૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. જ્યારે સર ટી. હોસ્પિટલના તબીબે મૃતકનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું ચોક્કસ કારણ આપ્યું હતું.
