બસના કાચ તુટ્યા : આરોપીની પૂછપરછ
ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. એક અજાણ્યા શખ્સે એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં બસના કાચને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ એસટી બસના ડ્રાઈવરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પથ્થરમારો કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
