ભરૂચમાં કાર અને આઇસર વચ્ચે અકસ્માત, PSI સહિત ત્રણના મોત

ભરૂૂચના મનુબર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. વડોદરાથી ભરૂૂચ આવતી કાર આઈસર પાછળ ધડાકાભેર અથડાતા 3ના મોત થયા. મૃતકોમાં વડોદરા DCB બ્રાન્ચના…

ભરૂૂચના મનુબર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. વડોદરાથી ભરૂૂચ આવતી કાર આઈસર પાછળ ધડાકાભેર અથડાતા 3ના મોત થયા. મૃતકોમાં વડોદરા DCB બ્રાન્ચના PSI યશ પટેલ, 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે. મિત્રને મળવા જતી વેળાએ આ દુર્ઘટના બની હતી. આઈસર ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂૂચ તરફ આવી રહેલી કાર આગળ જઈ રહેલા આઈસરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા. મૃતકોમાં વડોદરા ડીસીબી (DCB) બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)નો પણ સમાવેશ થાય છે.

મળતી માહીતી અનુસાર, વડોદરા ડીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ યશ પટેલ તેમજ તેમના અન્ય મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂૂચ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તેની કાર આગળ ચાલતા આઈસર ટેમ્પા પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પાછળથી અન્ય વાહનની પણ અડફેટે ચડી ગઈ હતી અને કાર પલટી મારીને રોડ પર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતમાં વડોદરા ડીસીબી બ્રાન્ચના પીએસઆઈ યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *