યુનિવર્સિટી પરિસરમાં ABVPનો યજ્ઞ-રામધૂન પરિણામોમાં લાલિયાવાડી સામે નવતર વિરોધ

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મોડી પરીક્ષા અને 100 જેટલા પરિણામોમાં વિલંબને લઈને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો…

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મોડી પરીક્ષા અને 100 જેટલા પરિણામોમાં વિલંબને લઈને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા યુનિવર્સિટી પરિસરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુલપતિ ડો.ઉત્પલ જોશી અને કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં રામધૂન બોલાવવાની સાથે જૂતે મારો સાલો કો, શિક્ષા કે દલાલો કો ‘એક કચોરી દો સમોસા’, વીસી તેરા ક્યા ભરોસા જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ઘણી બધી પરીક્ષાઓ લાંબા સમયથી લેવાઈ ગઈ છે છતાં પણ પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં બી.કોમ. સેમ.2 NEP – 2020), બી.એ. સેમ.1 અને 2 (NEP -2020), બીએસ.સી. સેમ .2 એપ્રિલ – 2026), બી.એ. એસ.એસ.સેમ.1 (એપ્રિલ – 2026), બીસીએ સેમ.4 (NEP એપ્રિલ – 2026) તથા અન્ય પણ ઘણા બધા પરિણામ આવ્યા નથી.

ઉપરોક્ત વિષયોનું 7 દિવસમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક માર્ગ પસંદ કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.

કુલપતિ ડો. ઉત્પલ જોશી સમક્ષ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન રામધૂન બોલવાની સાથે નારેબાજી કરવામાં આવી હતી. જેમાં છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ; જૂતે મારો સાલો કો, શિક્ષા કે દલાલો કો ‘એક કચોરી દો સમોસા’, વીસી તેરા ક્યા ભરોસા. જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન કુલપતિએ વહેલીતકે પરિણામ જાહેર કરવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *