ડાકોરના ઠાકોરની પોલીસ પહેરા હેઠળ આરતી!

વર્ષો જૂની સિંહાસન કે પાટ ઉપર ઊભા રહીને આરતી ઉતારવાની પ્રથા બદલાવતા ભાવિકો વિફર્યા નીચે ઊભા રહીને ભગવાનની સન્મુખ આરતી કરવાના ટેમ્પલ બોર્ડના નિર્ણયથી વિવાદ…

વર્ષો જૂની સિંહાસન કે પાટ ઉપર ઊભા રહીને આરતી ઉતારવાની પ્રથા બદલાવતા ભાવિકો વિફર્યા

નીચે ઊભા રહીને ભગવાનની સન્મુખ આરતી કરવાના ટેમ્પલ બોર્ડના નિર્ણયથી વિવાદ

ડાકોરના વિશ્ર્વપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરમાં આરતીની પ્રથા બદલવામાં આવતા ભાવિકોમાં ઉગ્રવિરોધ ઉઠયો છે અને આજે સવારથી નવી પ્રથા મુજબ આરતી શરૂ કરવામાં આવતા કોઇ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરતી કરવામાં આવી હતી.ડાકોરમાં આરતીને લઇ પ્રશાસન દ્વારા આજથી નવી પ્રથા અમલમાં મુકવામા આવી છે. જેના પગલે ભકતોમાં વિરોધ ઉઠતા મામલો તંગ બન્યો હતો પરિણામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડાકોરના નાથની આરતી ઉતારાઇ હતી.
ડાકોરમાં વર્ષો જૂની પરંપરાઓને બદલવાના મનસ્વી નિર્ણય બાદ હવે આરતીને લઇને પ્રશાસને કરેલા નિર્ણયનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે.

મંદિર પ્રશાસનના નવા ફરમાન મુજબ હવે સિંહાસન ઉપર કે પાટ ઉપર ઉભા રહીને વારાદારીઓ ભગવાન રણછોડરાયજીની આરતી નહીં ઉતારી શકે અને આ આરતી હવે ભગવાનની સન્મુખ નીચે ઉભા રહીને કરવાની રહેશે.

મામલો પોલીસ મથકે પહોંચતા શનિવારની આરતીમાં મંદિર દ્વારા પોલીસ બંદોબસ્ત મગાયો હતો.ડાકોરમાં વારાદારી સેવક સિંહાસન – પાટ ઉપર ઉભા રહીને છેલ્લા અનેક વર્ષોથી ભગવાન રણછોડરાયજીની આરતી ઉતારતા હતા. જોકે, હવે મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં આરતી સમયે વારાદારી સિંહાસન કે પાટ ઉપર ઉભા રહીને નહીં પરંતુ નીચે ભગવાનની સન્મુખ ઉભા રહીને આરતી કરશે તેવો નિર્ણય કરાયો છે.

જેને લઇને નારાજગી જોવા મળી રહી છે. અગાઉ ખેસ સળગવાની ઘટનાને પગલે નિર્ણય લીધો હોવાની કેફિયત, સેવકોએ કહ્યું ખોટી વાત મંદિરની અરજી અનુસાર 21 નવેમ્બર 2024ના રોજ મંગળા આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જે બાબતનો વિડીયો પણ હોવાનું જણાવાયું હતું. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય કે, બાજુમાં ઊભેલા વારાદારી હાથને આરતી અડે છે અને બાદમાં આરતી ઉતારતા સેવક પૂજારી તેમની સામે પણ જુએ છે. મંદિરે 22 નવેમ્બરની જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આવુ કંઇ બન્યું ન હોવાનું સેવકો જણાવી રહ્યા છે.

દ્વારકા, શ્રીનાથજી સહિતના તમામ દેવસ્થાનોમાં આજ રીતે સન્મુખ આરતી થતી હોય છે અનિચ્છનીય બનાવ ન બને અને આગ લાગે તો ઘણી મોટી હોનારત સર્જાય. દ્વારકા, શ્રીનાથજી સહિતના તમામ દેવસ્થાનોમાં આજ રીતે સન્મુખ આરતી થતી હોય છે અને આપણાં મંદિરની સ્કીમમાં પણ સન્મુખ આરતી કરવાનો ઉલ્લેખ કરેલો જ છે. જેથી કોઈ વિવાદની કે બીજી વાત નથી. માત્ર કમિટીનો સારો નિર્ણય કહી શકાય. તેમ ડાકોર ટેમ્પલ કમિટીના જગદીશ દવેએ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *