ખંભાળિયામાં જમીન મુદ્દે ખેડૂતોને થતા અન્યાય સંદર્ભે આપ દ્વારા ટેકો

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને જમીન મુદ્દે થતી હાલાકી તેમજ અન્યાય અંગે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ટેકો આપી ખાસ…

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને જમીન મુદ્દે થતી હાલાકી તેમજ અન્યાય અંગે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ટેકો આપી ખાસ મુલાકાત લીધી હતી.
ખંભાળિયા નજીક આવેલી હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષોથી અનેક ખેડૂત પરિવારો વસવાટ કરે છે અને ખેત વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

આ વિસ્તારમાં કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા કથિત રીતે તેઓની જમીન છીનવી લેવા થતી તજવીજ અંગે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. આના અનુસંધાને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ છાવણી સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ જાણીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે થતી વિવિધ પ્રકારની તજવીજ સંદર્ભે તેમણે રોષ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે ખાનગી કંપનીની કહેવાતી મનમાનીને પણ તેમણે અયોગ્ય ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *