જંત્રીના નવા દર મુદ્દે ‘આપ’દ્વારા કલેકટરને આવેદન

ખેડૂતો, વિકાસકર્તાઓ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લાભ માટે જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટેની માંગ સાથે આમ આદમી પાર્ટી…

ખેડૂતો, વિકાસકર્તાઓ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લાભ માટે જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટેની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટ સહિત તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મહેસુલ મંત્રીને આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રદેશના નેતાઓ, જિલ્લા અને તાલુકાના સ્થાનિક પદાધિકારીઓ, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે, વર્તમાન જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચો દ્વારા ઉદ્ભવતા નોંધપાત્ર પડકારો અંગે અમે સમગ્ર ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને વિકાસકર્તાઓની ચિંતા વ્યક્ત કરવા માટે લખી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *