આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાય

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ગઠબંધન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્યકક્ષાએ કોઈ ગઠબંધન કરવાનું નથી. પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દર્ખાસ્ત આવતો તો સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઈચ્છતી હતી. કારણ કે થોડા દિવસ અગાઉ ગઠબંધનને લઈને અઅઙ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોંગ્રેસને લોકસભામાં અઅઙએ ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. અઅઙ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. આ મામલે સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. જો ગઠબંધન ના થાય તો અઅઙ તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે.

માંગરોળમાં આપ-કોંગ્રેસ ગઠબંધન
ગુજરાતમાં પ્રથમ વખત કોઈ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીટ વહેંચણી થઈ ગઈ છે. આ ગઠબંધનની જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રભારી પિયુષ પરમાર અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાએ કરી હતી. સમજૂતી મુજબ, નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે.

એન.સી.પી. એકલા હાથે લડશે
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે એનસીપી સજ્જ બની છે. ગુજરાત ગઈઙ પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ વિંગના નેશનલ લેવલના સેક્રેટરી વિજય યાદવ 27મી જાન્યુઆરીએ ફોર્મ ભરશે. તેમજ ઘાટલોડિયા કોર્પોરેશનની પેટાચૂંટણી પણ લડશે. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *