ચૂંટણી પ્રક્રિયા સામે પણ ઉઠાવ્યા સવાલ, ‘આપ’ને RSSની વિચારધારા વાળી પાર્ટી ગણાવી
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સંબોધિ હતી ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પણ લોકોમાં ભાજપ સામે જે નારાજગી હતી છતાં પણ પરિણામો વિપરીત આવ્યા છે એટલું જ નહીં તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ વખતે અપેક્ષા હતી કે કોંગ્રેસને વધુ શીટ આવશે પરંતુ રાજકોટમાં પરિણામ સુધાર્યું અને સાત સીટ આવી છતાં વિપક્ષ પદ માટે તે હજુ પણ માન્ય પક્ષ થયો નથી.
મહાનગરપાલિકાની ચૂંટણીની સાથોસાથ અન્ય ચૂંટણીના પરિણામો અંગે વાત કરતા તેઓએ જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા સહેજ પણ પારદર્શક ન હતી અને પોલીસ અને પ્રશાસન દ્વારા ઉમેદવારોને દબાવવામાં આવ્યા હતા જેના પગલે કોંગ્રેસ વધુ બેઠક અંકે ન કરી શકી. તેઓએ માહિતી આપતો જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ અને પ્રશાસનનો સંપૂર્ણપણે દુરુપયોગ થઈ રહ્યો છે ચૂંટણી પરિણામ પૂર્વેજ અને આરોપીઓને જેલમાંથી ભાજપ એ છોડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ તેઓએ જણાવ્યું કે કોંગ્રેસની હારનું શું કારણ છે અને કચાશ ક્યાં રહી ગઈ છે તે અંગે પણ સમીક્ષા કરાશે. સાથોસાથે હોય રાજીપો વ્યક્ત કર્યો હતો કે જે જગ્યાએ કોંગ્રેસ અગાઉ આવતી ન હતી તે જગ્યાએ કોંગ્રેસને બેઠકો મળી છે અને નગરપાલિકાને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્થિતિમાં સુધારો પણ આવ્યો છે.
આગામી કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતો તથા યુવાનોનો અવાજ બનશે અને તેઓને જે હાલાકી અને પ્રશ્નો સતાવી રહ્યા છે તે અંગે પણ સરકાર સમક્ષ લડત આપશે. તો બીજી તરફ બિલ્ડર લોબી ઉપર આક્ષેપ કરતાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જણાવ્યું હતું કે શહેરના ઘણા ખરા બિલ્ડરો ભાજપના કાર્યકર તરીકે કામ કર્યું હતું. એટલું જ નહીં એ બાબતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપના હાથાઓની માહિતી પણ કોંગ્રેસ હાલ ગુપ્ત રહે મેળવી રહી છે.
વધુમાં તેઓની માહિતી આપી હતી કે જે અધિકારીઓની આવક કરતા મિલકત વધુ હશે તેવા અધિકારીઓને કોંગ્રેસ ખુલ્લા પાડશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે ખેડૂતોને આપવામાં આવતો ભાવ, ખેતરોમાં અણધડ રીતે ઊભા થયેલા વીજપોલ તથા એપીએમસી અને સહકારી સંસ્થાઓમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેને પણ ઉજાગર કરવા માટેનો તખતો કોંગ્રેસે તૈયાર કરી લીધો છે અને તે દિશામાં જ તેઓ કામગીરી કરશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુ બેઠકો ન આવવા પાછળ તેઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે મતનું વિભાજન થયું અને તેનાથી કોંગ્રેસને નુકસાની થઈ છે . અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા પર ચાલી રહી છે.
