વીરપુર પોસ્ટ ઓફિસમાં દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, CCTV કેમેરા પણ બંધ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓના અભાવે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ઉપલબ્ધ એકમાત્ર કિટનું કમ્પ્યુટર છેલ્લા…

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓના અભાવે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ઉપલબ્ધ એકમાત્ર કિટનું કમ્પ્યુટર છેલ્લા દોઢ મહિનાથી બંધ હોવાથી વિરપુર સહિત આસપાસના લગભગ 15 ગામોના લોકોને KYC, નવું આધારકાર્ડ, નામ-સરનામું સુધારવા, મોબાઇલ નંબર અપડેટ કરવા સહિતની કામગીરી માટે જેતપુર અને ગોંડલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ વીરપુર એ રાજકોટ જિલ્લાના મોટા ગામોમાંનું એક છે અને અહીં અંદાજે 20 થી 22 હજારની વસ્તી વસે છે. યાત્રાધામ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે.

છતાં આધારકાર્ડ જેવી મહત્વની સરકારી સેવા છેલ્લા દોઢ મહિનાથી સંપૂર્ણપણે બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં બેંક ખાતા, રેશનકાર્ડ, ગેસ કનેક્શન, વિવિધ સરકારી યોજનાઓ, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ, આવકના દાખલા, જાતિના દાખલા સહિત અનેક જરૂૂરી કામગીરી માટે આધારકાર્ડ ફરજિયાત બન્યું છે. છતાં વિરપુર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ માટેની સેવા બંધ હોવાથી લોકોને ચોમાસાના વરસાદમાં પણ નાના બાળકો સાથે જેતપુર મામલતદાર કચેરી અથવા ગોંડલ સુધી જવાની ફરજ પડી રહી છે. ત્યાં પણ લાંબા વેઇટિંગને કારણે લોકોને સમયસર કામગીરી મળી રહી નથી.

વીરપુર પોસ્ટ ઓફિસમાં હજારો ખાતાધારકો પોતાના નાણાકીય વ્યવહારો માટે આવતા હોય છે. આવા સંવેદનશીલ સ્થળે સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા અત્યંત જરૂૂરી હોવા છતાં પોસ્ટ ઓફિસના તમામ સીસીટીવી કેમેરા પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વિરપુર પોસ્ટ ઓફિસમાં એક કર્મચારી દ્વારા લાખો રૂૂપિયાની ઉચાપતનો બનાવ પણ સામે આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે અને તાત્કાલિક કેમેરા કાર્યરત કરવા માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *