દ્વારકાધીશ જગત મંદિર વિસ્તારમાંથી મહિલાના કિમતી ચેનની ચોરી
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વાઘેલા નામના 18 વર્ષના કોળી યુવાને બુધવારે રાત્રિના સમયે પોતાના ઘર નજીક ગળામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા કેશવભાઈ સુકાભાઈ વાઘેલા (ઉ.વ. 55) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ચોરી : દ્વારકા નજીકના શિવરાજપુર ગામે રહેતા ભક્તિબેન ગજુભા હાથલ નામના 24 વર્ષ મહિલાએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો ચેન કોઈ શખ્સ સિફતપૂર્વક આંચકીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. આશરે રૂૂ. બે લાખ ચાલીસ હજારની કિંમતના બે તોલાના આ ચેનની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે ભક્તિબેન હાથલની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ કરી છે.
પદયાત્રીને ઇજા : ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ નજીકથી ચાલીને દ્વારકા જઈ રહેલા ભૂદરજી સતુરજી ઠાકોર (ઉ.વ. 50, રહે. બિલેશ્વરપુરા- કલોલ) ને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક્ટિવા મોટરસાયકલના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત સર્જીને એક્ટિવા ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
દારૂની ભઠ્ઠી : દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે દરોડો પાડી, અને બાલુ પેથા લુણા નામના 40 વર્ષના ગઢવી દ્વારા પોતાના કબ્જાના રહેણાંક મકાનના ચલાવવામાં આવતી દેશી દારૂૂની ભઠ્ઠી ઝડપી લઇ, રૂૂ. 7,250 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
