કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાથી ખંભાળિયા સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કિરીટ કણજારીયા રવિવારે કતારના એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટની અડફેટે આવી ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતક બે વર્ષથી વિદેશ કામ કરતો હતો તથા તેના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે જેમાંથી એક દીકરો (ઉંમર છ વર્ષનો) અને બીજી (ઉંમર દોઢ વર્ષ)ની દીકરી છે અને બે મોટા ભાઈઓ છે.

કિરીટ એક મહેનતુ યુવાન હતો અને પરિવારના ભરણપોષણ માટે કતાર ગયા હતા.મૃતક બે સંતાનોના પિતા હતા. તેઓ બે ભાઈઓમાંથી નાના હતા. તેઓ ત્રણ-ચાર મહિના કતારમાં કામ કરીને આઠ-દસ દિવસ માટે ભારત આવતા હતા.

કિરીટ કણજારીયાના અવસાનથી પરિવાર અને સમાજમાં ગમગીની છવાઈ છે.કિરીટના પરિવારજનો દ્વારા સરકારી તંત્રની મદદથી તેમના મૃતદેહને કતારથી વતન લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શનિવાર સુધીમાં મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી સંભાવના છે.

ખંભાળિયાના સતવારા જ્ઞાતિના યુવા અગ્રણી તથા હાલમાં જ રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયા દ્વારા પણ દિલ્હી વિદેશ મંત્રાલયને જાણ કરી અનેકિરીટ કણજારીયાના મૃતદેહને તાત્કાલિક વિદેશથી ખંભાળિયા તેના વતનમાં આવે અને કુટુંબીજનોને પ્રાપ્ત થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *