મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી નવોઢા પડધરીના ઈંટાળા ગામે મજુરી અર્થે આવેલા માવતરના ઘરે આંટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી આરતીબેન રનીતભાઈ ભેડા નામની 20 વર્ષની પરિણીતા પડધરીના ઈંટાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા માવતરના ઘરે બે દિવસ પૂર્વે આંટો દેવા આવી હતી. તે દરમિયાન પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.
પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
આરતીબેનના આઠ માસ પૂર્વે જ લગ્ન થયા છે. માવતરે આંટો દેવા આવી હતી ત્યારે પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
