ગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાત

વેરાવળ-રાજકોટ ટ્રેન હેઠળ પડતું મૂકી મોત મીઠું કરી લેતાં પરિવારમાં શોક ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવકે સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.બનાવ…

વેરાવળ-રાજકોટ ટ્રેન હેઠળ પડતું મૂકી મોત મીઠું કરી લેતાં પરિવારમાં શોક

ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવકે સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.બનાવ નાં પગલે રેલ્વે પોલીસ દોડી જઇ મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે.
વેરાવળ થી રાજકોટ જઇ રહેલી લોકલ ટ્રેન સવારે 8:30 વાગ્યાની આસપાસ શેમળા ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યાં યુવાને ટ્રેન હેઠળ પડતુ મુક્યુ હતું.બનાવ ને પગલે ટ્રેન ડ્રાઈવરે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી.

ઘટના સ્થળે પંહોચેલી રેલવે પોલીસે મૃતદેહની તપાસ કરતા તેના ખિસ્સામાંથી બે ચિઠ્ઠી મળી આવી હતી એકમાં લખ્યું હતું કે તેનું GJ 03 EQ 7154 નંબર નું બાઇક શેમળા પાટિયા પાસે પાર્ક કરેલું છે. બીજીમાં તેનું નામ સોલંકી વિજય પ્રેમજીભાઈ રહે. વાછરા, તા. ગોંડલ, હોવાનું લખ્યું હતું. યુવાન ની ઓળખ થતા પોલીસે તેનાં પરીવાર ને જાણ કરી હતી.

મૃતક વિજયભાઈ નાની બજારની ’જલારામ કાપડ’ની દુકાનમાં કામ કરતા હતા. આજે રવિવારની રજા હોવાથી સવારે 7:30 વાગ્યે શાપર ખાતે છૂટક મજૂરી કામે જવાનું કહી બાઈક પર નીકળ્યા હતા. મૃતક વિજયભાઈના પરણિત હતા અને સંતાનમાં એક દીકરો છે જે હાલ અભ્યાસ કરે છે. તેમના પિતા પ્રેમજીભાઈ ગોંડલમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *