ચીભડા ગામની સીમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા તરુણનું પાણીમાં ડૂબી જતાં મોત

  લોધીકાના ચીભડા ગામની સીમમાં કારખાનામાં મજુરી કરતા પરપ્રાંતીય પરિવારનો 10 વર્ષીય તરૂણ મિત્રો સાથે ઠીમડીયુ ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડુબી જતા તેનું મોત…

 

લોધીકાના ચીભડા ગામની સીમમાં કારખાનામાં મજુરી કરતા પરપ્રાંતીય પરિવારનો 10 વર્ષીય તરૂણ મિત્રો સાથે ઠીમડીયુ ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડુબી જતા તેનું મોત નિપજયું હતું. ફાયર બ્રિગ્રેડની ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવ મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ચીભડા ગામની સીમમાં ફોરમ ટેકનોકાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં રહેતા લાલુભઇ સમળીયાભાઇ જાખોડીયનો 10 વર્ષનો પુત્ર દિનેશ ગઇકાલે સાંજે તેના બે મિત્રો સાથે કારખાના નજીક આવેલા ઠીમડીયુ ડેમના ખાડામાં ન્હાયા બાદ પરત દિનેશ તેના મિત્રોને કુદરતી હાજતે જવાનું કહી ફરી ડેમ પાસે ગયો હતો.

બાદમાં તે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરતા ડેમના કાંઠેથી દિનેશના ચંપલ અને કપડા મળી આવ્યા હતા. જેથી ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગેડના નિવૃત સ્ટેશન ઓફીસર યોગેશ જાની, નરેન્દ્રસિંહ, ગૌતમભાઇ, વિજય ચોસલા, પિયુષ વાડલીયા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. બે કલાની જહેમત બાદ પાણીમાંથી દિનેશનો મૃતદેહો મળી આવ્યો હતો. બનાવની જાણ થતા લોધીકા પોલીસ અને સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે હેડ કોન્સ. ગણેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક દિનેશ બે ભાઇ એક બહેનમાં મોટો હતો. પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *