રિક્ષાના પૈસાની ઉઘરાણી કરી માર મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

બજરંગ વાડીના યુવાને રેલનગરના શખ્સ પાસેથી રિક્ષા લીધી હતી, બુલેટ અને મોબાઇલ પણ પડાવી લીધાનો આક્ષેપ શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં રહેતા યુવાને…

બજરંગ વાડીના યુવાને રેલનગરના શખ્સ પાસેથી રિક્ષા લીધી હતી, બુલેટ અને મોબાઇલ પણ પડાવી લીધાનો આક્ષેપ

શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં રહેતા યુવાને રેલનગરના શખ્સ પાસેથી રિક્ષા લીધી હોય જેના પૈસાની ઉઘરાણી કરી કોઠારિયા ચોકડી પાસે બોલાવી માર મારતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ બજરંગ વાડી શેરી નં.12માં રહેતો સંજય ચંદુભાઇ તુવાર (ઉ.વ.42)નામના યુવાને ગઇકાલે રાત્રે કોઠારિયા ચોકડી નજીક ખોડિયાર ટેકરી પાસે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સંજય રિક્ષા લે વેચનુ કામ કરે છે. તેણે રેલનગરના રાજુ બોરીચા પાસેથી 1.50 લાખમાં ત્રણ રિક્ષા લીધી હતી. જેના 1 લાખ આપ્યા હતા અને 50 હજાર બાકી હતા.

જેના વ્યાજ સહિત 60 હજાર ચૂકવવાના હતા પરંતુ આરોપી 70 હજારની ઉઘરાણી કરતો હોય. દરમિયાન ગઇકાલે રાજુ બોરીચાએ સમાધાન માટે કોઠારિયા ચોકડી નજીક બોલાવ્યો હતો અને પૈસા ઉઘરાણી કરી માર માર્યો હોય.જેથી લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જણાવ્યુ હતુ. વધુમાં રાજુ બોરીચા તેનુ બુલેટ અને મોબાઇલ પણ પડાવી ગયાનો આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *