લક્ષમીનગરમાં 8 મહિના પૂર્વે એસીડ પી લેનાર યુવાનનું મોત

  શહેરના લક્ષમીનગર આઠ મહિના પૂર્વે એસીડ પી લેનાર યુવકનું મોત નીપજ્યુ હતુ. મૃતક ચાર બહેનોનો એકનો એક ભાઇ અને એકલવાયુ જીવન જીવતો હતો. જાણવા…

 

શહેરના લક્ષમીનગર આઠ મહિના પૂર્વે એસીડ પી લેનાર યુવકનું મોત નીપજ્યુ હતુ. મૃતક ચાર બહેનોનો એકનો એક ભાઇ અને એકલવાયુ જીવન જીવતો હતો.

જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શેરી નં.2માં રહેતા ચંદુભાઇ દેવાભાઇ વાઘેલા (ઉ.વ.39)નામના યુવાને આઠ મહિના પૂર્વે પોતાના ઘરે એસીઢડ પી લેતા સારવાર લીધી હતી. બાદમાં તે ઘરે હતો. દરમિયાન આજે બેભાન થઇ જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. આ અંગે માલવીયાનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ચંદુભાઇ ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. તેને દારૂ પીવાની કુટેવ હોય કઇ કામ ધંધો ન હતો અને એકલવાયું જીવન જીવતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *