બહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાનનું અગાશી પરથી પટકાતા મોત

શહેરના જામનગર રોડ પર માધવ તીર્થ એપાર્ટમન્ટમાં રહેતા બહેનના ઘરે આટો મારવા આવેલા યુવાનનું અગાસી પરથી પટકાતા મોત નીપજયુ હતુ. યુવાન અકસ્માતે પટકાયો કે આપઘાત…

શહેરના જામનગર રોડ પર માધવ તીર્થ એપાર્ટમન્ટમાં રહેતા બહેનના ઘરે આટો મારવા આવેલા યુવાનનું અગાસી પરથી પટકાતા મોત નીપજયુ હતુ. યુવાન અકસ્માતે પટકાયો કે આપઘાત તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે બે બહેનના એકના એક ભાઇના મોતથી પરિવાર જનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ આનંદનગર પાસે અજંતા પાર્કમાં રહેતો ધાર્મિક રાજેશભાઇ જોષી (ઉ.વ.25)નામનો યુવાન ગઇકાલે સાંજે જામનગર રોડ પર માધવતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા તેના બહેન નીરાલીબેનના ઘરે આટોમારવા ગયો હતો. દરમિયાન અગાસી ઉપરથી પડી જતા ગંભીર ઇજા થતા ઘટના સ્થળે તેનુ મોત નીપજયુ હતુ. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ધાર્મિક બે બહેનનો એકનો એક ભાઇ હોવાનું અને કોલેજનો અભ્યાસ પુરો કર્યાનું જાણવા મળ્યુ છે. તેને માનસિક બિમારી હોવાનું પરિવારજનોએ જણાવ્યુ હતુ ધાર્મિક અકસ્માત અગાશી ઉપરથી પડી ગયો કે તેણે આપઘાત કર્યો? એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *