પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના બહેરાઈજ ગામનો મહેશ ટપુભાઈ ગૌસ્વામી ઉમર 28 સમુદ્ર તટેથી અચાનક દરિયાના વહેણમાં તણાવવા લાગી જે અંગેની જાણ વેરાવળ ફાયર બ્રિગેડના ફાયર મેનો ભૌતિકસિંહ પરમાર તથા વિજય કોડિયાતર રેસ્કયુ સામાનો સાથે તેમજ સોમનાથના દરિયે યાત્રિકોના ફોટા પાડતા ફોટોગ્રાફર વિજય બામણીયા તેમજ યાત્રિકોને ઘોડે સવારી કરાવતા ચાલકોના સહયોગથી દરિયામાંથી રેસ્કયુ કરી બહાર કાઢી તુરત જ પ્રભાસ પાટણ સરકારી દવાખાને અને ત્યારબાદ વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. આ કાર્યમાં સોમનાથ ફોટાવાળા અને ઘોડાચાલકોએ પણ સારી મદદ કરી પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ સોમનાથ સ્ટેન્ડ બાય રખાયેલ છે જેમના ભૌતિકથી પરમાર તથા વિજય કોડીયાતર એ આ રેસ્કયુ કાર્યમાં ભાગ લીધેલ પ્રભાસ પાટણ પોલીસ આ બનાવની તપાસ ચલાવે છે.
સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો
પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના…
