ગઠિયાએ વોટસએપમાં ફોર્મ મોકલી બાદમાં લીંક મોકલાવી હતી : પોલીસે ફરિયાદ નોંધી
શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં બોર્ડર રેન્જ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદી અબડાસા તાલુકાના રેલરીયા મંજલના હાલે ભુજમાં રહેતા અજીતસિંહ ખેંગારજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 એપ્રિલના તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા.જે ગ્રુપમાં એડમીને પોતે દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્ક નામની ફર્મ તરફથી હોવાની ઓળખ આપી હતી. આ ગ્રુપમાં દરરોજ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓને લગતા મેસેજ આવતા હતા.4 જુલાઈના રોકાણ કરવાની વાત કરતા વોટ્સએપમાં ફોર્મ મોકલાવ્યું અને બાદમાં લિંક મોકલાવી હતી.
શરૂૂઆતમાં 5,000નું રોકાણ કર્યું અને 5,245 જેટલી રકમ જમા થઈ હતી જેથી બાદમાં શેર બજારમાં નાણા રોક્યા અને રકમ ઉપાડી હતી.તબક્કાવાર કુલ 16,05,490 રૂૂપિયા ભરી દીધા હતા અને રોકાણની રકમ વોલેટમાં નફા સાથે દેખાતી હતી બાદમાં આઇપીઓ ભરવા રૂૂપિયાની જરૂૂર પડતા વોલેટમાં બેલેન્સ ન હોવાથી ના પાડી હતી પરંતુ આઇપીઓ ભરવા લોન લેવાનો વિકલ્પ આપ્યો અને 18 લાખની રકમ લોન પેટે જમા થઈ હતી આ લોનની રકમથી તેઓના કહ્યા મુજબ આઇપીઓ ભર્યો જેમાં નફો થયો હતો.
રકમ ઉપાડવાની કોશિશ કરતા રકમ ઉપડી નહી બાદમાં કહ્યું કે, તમે જે લોન લીધી છે તેના અડધા રૂૂપિયા 9 લાખ ભરવા જણાવ્યું હતું અલગ અલગ બહાના બતાવી રૂૂપિયા ઉપડતા ન હતા. જેથી સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવતા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી
અને પોલીસમા અરજી આપી હતી. આરોપીઓએ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓ એલોટમેન્ટમાં સક્સેસ રેટ સારો હોવાની ખોટી લાલચ આપી ફરીયાદી પાસેથી રૂૂપિયા ટ્રાન્સફર કરાવી અલગ અલગ બહાના બતાવી રકમ ન આપી દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્કલ ફર્મના નામે ઠગાઈ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
