ગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતી વેળાએ ગેસ લીકેજ થતા યુવાન દાઝયો

  ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરના ગંજીવાડામાં ઇમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો.…

 

ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

શહેરના ગંજીવાડામાં ઇમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.43 માં રહેતો અને ઘરે જ ઇમીટેશનનું કામ કરતો દિલીપભાઇ સોમાભાઇ ગોહિલ (ઉ.વ.40)નામનો યુવાન આજે બપોરે પોતાના ઘરે ઇમીટેશનનું કામ કરતો હતો ત્યારે ગેસાના બાટલાની નળી લીકેજ થતા આગ લાગતા તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે આગના કારણે ઘરમાં કોઇ નુકસાની થઇ ન હતી. પ્રાથમિક તપાસમાં દાઝી ગયેલો યુવાન ત્રણભાઇ બે બહેનમાં મોટો અને તેને સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *