ભાવનગરના તળાજામાં ઓફિસમાં ઘુસી યુવક પર છરીથી ખૂની હુમલો

ભાવનગર જિલ્લાના તળાજામાં પાલીતાણા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ની પોતાની ઓફિસે બેસેલ રોયલ ગામના યુવાન ઉપર ગામનાજ એક ઇસમે પોતાના બે મિત્રોસાથે આવી ને છરીવડે હુમલો…

ભાવનગર જિલ્લાના તળાજામાં પાલીતાણા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ની પોતાની ઓફિસે બેસેલ રોયલ ગામના યુવાન ઉપર ગામનાજ એક ઇસમે પોતાના બે મિત્રોસાથે આવી ને છરીવડે હુમલો કરી બે ઘા મારીદીધા હતા.સદનસીબે ગળાના ભાગે મારવામાં આવેલ ઘા ઉંડોગયો ન હોય ઇજાગ્રસ્ત યુવક સલામત રહ્યોછે.આ હુમલો રૂૂપિયા ની લેતીદેતી બાબતે કરવામાં આવ્યો હતો.

તળાજા રેફરલ હોસ્પિટલ મા છરીના બે ઘા તથા મૂંઢમાર ને કારણે સારવાર લઈરહેલા મુકેશ ભીખાભાઇ શિયાળ રે.રોયલ પાસે થી બનાવ ની જાણવા મળતી વિગતો મુજબ પોતે મહુવા ચોકડી થી પાલીતાણા ચોકડી જતા પોતાની ભૂમિ ટ્રાન્સપોર્ટ નામની પેઢીની ઓફિસેબેઠા હતા.આ સમયે પોતાનાજ ગામના નરસિંહભાઈ નો દીકરો કુલદીપ અને તેની સાથે બે અજાણ્યા ઇસમો આવેલ હતા.  કુલદીપ ના પિતા સાથે ધંધાકીય આર્થિક લેતીદેતીનો વ્યવહાર હોયતેના રૂૂપિયા હિસાબ બાબતે બોલાચાલી કરી કુલદીપ એ ઉશેકરાઈ ને છરીવડે ગળા અને હાથપર ઇજા પહોંચાડી હતી.ધોકાવડે મૂંઢમાર માર્યો હતો. ટાઉન પોલીસ દ્વારા બનાવ અંગે આરોપી કુલદીપ અને તેની સાથે આવેલ બે અજાણ્યા ઈસમો મળી કુલ ત્રણ વિરુદ્ધ ગુન્હોનોંધી કાર્યવાહી કરવામાં આવીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *