મોરબીના જેતપર ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ગામમાં આવેલ શાળાના ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતો હતો ત્યારે તેને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે મોરબી તરફ લઈને આવી રહ્યા હતા દરમિયાન તેને હાર્ટ અટેકનો બીજો તીવ્ર હુમલો આવી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મોરબીમાં સિરામિક રો મટીરીયલનો ધંધો કરતા પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયા (36) જેતપર ગામે આવેલ જાતે જાકાસણીયા સ્કૂલના ગ્રાઉન્ડમાં તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો દરમિયાન તેને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબી તરફ લઈને આવી રહ્યા હતા દરમિયાન ચાલુ સારવારમાં હાર્ટ એટેકનો બીજો તીવ્ર હુમલો આવ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનમાં બે દીકરીઓ છે અને હાર્ટ એટેકથી યુવાનનું મોત થવાના કારણે બંને દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.
