દશામાના વ્રત રહેતા યુવાને ભૂખ્યા પેટે ઉધરસની સીરપ પીધા બાદ મોત

ધંધુકામાં રહેતો યુવાન દશામાના નકોડા ઉપવાસ કરતો હતો. તે દરમિયાન યુવાને ભુખ્યા પેટે ઉઘરસની શીરપ પી લીધી હતી. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

ધંધુકામાં રહેતો યુવાન દશામાના નકોડા ઉપવાસ કરતો હતો. તે દરમિયાન યુવાને ભુખ્યા પેટે ઉઘરસની શીરપ પી લીધી હતી. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયા યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધંધુકામાં રહેતા રાહુલ દિનેશભાઇ સારોલીયા (ઉ.વ.20) દશામાના નકોડા ઉપવાસ કરતો હતો. તે દરમિયાન ગત તા.19ના રોજ રાહુલ સારોલીયાએ શરદી-ઉઘરસની દવા ભુખ્યા પેટે પી લેતા તબિયત લથડી હતી. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા યુવકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાહુલ સારોલીયા ત્રણ ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. રાહુલ દશામા વ્રત રહેતો હતો. 19મીએ બધા લોકો દશામાના ધજા ચડાવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાહુલ સહિતના ત્રણ વ્યકિતએ ઉઘરસની શીરપ પીધી હતી. રાહુલે ભુખ્યા પેટે શીરપ પી લેતા તબિયત લથડયા બાદ મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *