સાધના કોલોનીમાં યુવાનનો ઇકોમાં જ દવા પીને આપઘાત

  જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એલ.- પ, રૂૂમ નંબર 3071 માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રમેશ જેઠાભાઈ ચાવડા નામના 42 વર્ષના યુવાને ગત…

 

જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એલ.- પ, રૂૂમ નંબર 3071 માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રમેશ જેઠાભાઈ ચાવડા નામના 42 વર્ષના યુવાને ગત 18.3. 2025 ના દિવસે પોતાની ઇકો કારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સંબંધી સુરેશભાઈ કરસનભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.બી. રાડા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *