ગોંડલના રૂપાવટી ગામે યુવાનનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાત

પડધરીના ન્યારા ખંભાળામાં બેભાન હાલતમાં શ્રમિકનું મોત ગોંડલના રૂપાવટી ગામે રહેતાં યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…

પડધરીના ન્યારા ખંભાળામાં બેભાન હાલતમાં શ્રમિકનું મોત

ગોંડલના રૂપાવટી ગામે રહેતાં યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના રૂપાવટી ગામે રહેતાં નરેન્દ્રપરી રાજેશપરી રામાણી નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે માનસિક બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ રાજસ્થાનના વતની અને પડધરીના ન્યારા ખંભાળા ગામે કૂવો ગાળવાની મજુરી કરતાં મધુરમ હળવદરામ બાવરી નામનો 22 વર્ષનો યુવાન અકસ્માતે પડી જતાં બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *