ગોંડલમાં આવેલા કુંભારવાડામાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા કુંભારવાડામાં રહેતા કિશન ચંદુભાઈ ખોખર નામનો 35 વર્ષનો યુવાન સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ગોંડલમાં આવેલી સરકારી હોસ્પિટલ પાસે હતોા
ત્યારે આર્થિકભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કિશન બે બહેનોનો એકનો એક ભાઈ છે અને તેને સંતાનમાં એક પુત્ર અનેક પુત્રી છે. કિશન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ કામ ધંધો નહીં મળતા આર્થીકભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
