ટંકારાના ગજરી ગામે મજુર અર્થે આવેલા યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના ગજરી ગામે અમનભાઈની વાડીએ ખેતી કામ કરતા કરણ ભરતભાઈ વાસ્કેલ નામનો 23 વર્ષનો યુવાન વાડીએ હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં કરણવાસ્કેલ મુળ મધ્યપ્રદેશનો વતની છે અને બે ભાઈ એક બહેનમાં નાનો છે.બીજા બનાવમાં કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામે ખેતમજુરી અર્થે આવેલ મધ્ય પ્રદેશની કાળીબેન નાનુરામ માવી નામની 34 વર્ષની પરણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
