શહેરમાં હાથીખાના વિસ્તારમાં રહેતા યુવાને આર્થિકભીસથી કંટાળી પોતાની જાતે હાથમા છરી વડે કાપા મારી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા વિગત મુજબ હાથીખાના વિસ્તારમાં રહેતા વસીમભાઇ બસીરભાઇ મકરાણી (ઉ.વ.35) સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે આર્થિકભીસથી કંટાળી પોતાની જાતે હાથમાં છરી વડે કાપા મારી લીધા હતા. અને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતોે.
અન્ય બનાવમાં શહેરમાં જૂદા-જૂદા ત્રણ સ્થળે સગીર, પરિણીતા અને યુવાને કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રેસકોર્ષ પાર્કમાં રહેતા આર્યન કમલેશભાઇ પીઠડીયા (ઉ.વ.16), નરશીનગરમાં રહેતી મીતલબેન વનરાજભાઇ વાઘેલા(ઉ.વ.20) અને નવાગામમાં ખોડલધામ સોસાયટીમાં અલ્પેશ તુલશીભાઇ ડાભી (ઉ.વ.38)એ લાલપરી સ્મશાન પાસે ફિનાઇલ પી લીધુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
