ભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

પત્નીએ નાહવા જવાનું કહ્યા બાદ યુવાને ગેલેરીમાં પગલું ભરી લીધું રાજકોટ શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન વાળી શેરીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત…

પત્નીએ નાહવા જવાનું કહ્યા બાદ યુવાને ગેલેરીમાં પગલું ભરી લીધું

રાજકોટ શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન વાળી શેરીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટનામા બી ડીવીઝન પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છેે.

બનાવની વિગતો અનુસાર ભગવતીપરામા ભારત પાન વાળી શેરીમા રહેતા હેમલભાઇ ચનાભાઇ ચુડાસમા (ઉ.વ. 3પ) એ પોતાનાં ગળફાંસો ખાઇ લેતા તેમને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો હેમલ મુળ જુનાગઢનો વતની હતો. પોલીસે તપાસ કરતા યુવાન દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. પત્નીએ નાહવા જવાનુ કહી પાછળની ગેલેરીમા પગલુ ભરી લીધુ હતુ . આ ઘટનામા યુવકનાં મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *