વાવડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયો

  શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…

 

શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા ઉમંગ સુખાભાઈ ડારેસા નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવાડ રોડ ઉપર આવેલ લક્ષ્મીના ઢોરે રહેતી મધુબેન હાર્દિકભાઈ સોંદરવા નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. જ્યારે રાજમોતી મીલ પાછળ આવેલ મયુરનગરમાં રહેતા રૂૂખડભાઈ મેરામભાઇ ગળચર નામના 60 વર્ષના વૃદ્ધે મધરાત્રે અગમ્ય કારણસર ઝેરી પ્રવાહી અને ઝેરી પદાર્થ ખાઈ લીધા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતા અને વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *