પડધરી તાલુકાના ઈશ્ર્વરીયા ગામે રહેતો યુવાન તેના મિત્ર સાથે ગામ નજીક આવેલ નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે નદીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, પડધરીના ઈશ્ર્વરીયા ગામે રહેતો વિજય બાબુભાઈ પરેશા (ઉ.39) નામનો યુવાન આજે સવારે તેના મિત્ર સાથે ઈશ્ર્વરીયા ગામથી યુનિવર્સિટી રોડ તરફ જતાં પુલ પાસે નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વિજય ફેન્સીંગનું કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તે તેના મિત્ર સાગર સાથે ન્હાવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
પડધરીના ઈશ્ર્વરિયા ગામે નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત
પડધરી તાલુકાના ઈશ્ર્વરીયા ગામે રહેતો યુવાન તેના મિત્ર સાથે ગામ નજીક આવેલ નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે નદીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ…
