મોરબીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી અને યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતદેહ તરતો તરતો મચ્છુ નદીને પાર કરી બેઠા પુલ પાસેથી મળ્યો હતો.
મોરબીના લીલાપર રોડ પર મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.34) નામના યુવાન મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં લીલાપર રોડ પરથી પસાર થતી મચ્છુ નદીમાં પડી ગયો હતો પાણીમાં યુવાન પડી જતા મોરબી ફાયર ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી અને તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી હતી જોકે સાંજ સુધી તપાસ કરવા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું યુવાનનો મૃતદેહ તણાઈને મોરબીના બેઠા પુલ સુધી પહોંચ્યો હતો તરવૈયાઓની ટીમે મૃતદેહ પરિવારને સોપ્યો છે અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -03 ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.48) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
