કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી
રાજકોટ શહેરનાં તાલુકા પોલીસ મથકનાં વિસ્તારમા 80 ફુટ રોડ સત્યમ એવન્યુ સર્વોદય સ્કુલની બાજુમા રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખસેડાયો હતો જયા તેમનુ મોત નિપજયુ હતુ. યુવાનનાં મોતનુ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવની વધુ વિગતો અનુસાર સર્વોદય સ્કુલની બાજુમા સત્યમ એવન્યુમા રહેતા મનોજભાઇ જમનભાઇ ભંડેરી (ઉ.વ. 38) નામના યુવાને ગઇ તા. પ નાં રોજ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દોઢસો ફુટ રીંગ રોડ પર મેડીકેર હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મનોજભાઇ બે ભાઇમા નાનો હતો અને ખાનગી કંપનીમા નોકરી કરતો હતો. તેમણે દવા પીધા બાદ મિત્રને કોલ કર્યો હતો. જયારે તેમને હોસ્પીટલે ખસેડાયો ત્યારે બેભાન હતો. તેમણે જે પગલુ ભર્યુ છે તેમનુ કારણ જાણવા મળ્યુ નથી.
