ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી પાસે દસનાળા નજીક વહેલી સવારે નિલેષ ઘનશ્યામભાઈ હરીયાણી ઊં.વ.22 પોતાનું બાઈક લઈને ધોળકા થી લગ્ન પ્રસંગ પતાવી ભાવનગર આવી રહ્યા હતા ,તે વેળાએ બાઈક ધડાકાભેર રોડ સાઈડના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા તેના મિત્ર વિવેકને ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત
ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
