મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત

મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…

મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશભાઇ મુન્નાલાલ સવિતા નામનો યુવાન લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પર પરથી નીચે પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપર ગામે પાણીની ટાંકી પર સૂતેલા યુવાનનું નીચે પડી જતા મોત
મોરબીના રાજપર ગામે થોરાળા પાટીયે શ્યામ પોલીપેકમા ત્રીજા માળે પાણીની ટાંકી પર સુતેલો યુવાન નીચે પડતા ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ પામ્યો હતો. બનાવની વિગતો અનુસાર રાજપર ગામે થોરાળા પાટિયે શ્યામ પોલીપેકમા ત્રીજા માળે કપીલ દાઇમા ઉવ 38 નામનો યુવાન પાણીની ટાકી પર સુતો હોય ત્યાંથી પડી જવાથી ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરનાં સીંધાવદર પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વાંકાનેરનાં સીંધાવદર ગામથી આગળ ઓઇલ પાઇપ લાઇન ઓફીસ થી કોજવે તરફ જતા રસ્તે વોકળામા કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના સીંધાવદર ગામથી આગળ ઓઇલ પાઇપ લાઇન ઓફીસ થી કોજવે તરફ જતા રસ્તે 50 મીટર આગળ રોડની સાઇડમા પાણીના વોકળામા 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના કારણ અને વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *