પરપ્રાંતીય મજૂરના મોતથી પરિવારમાં શોક
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે સેમળા ભુણાવા વચ્ચે ચાલીને જઇ રહેલા પરપ્રાંતિય યુવાન ને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા ગંભીર ઇજાને કારણે તેનું મોત નિપજ્યુ હતું. પ્રાપ્ત વિગત મુજબ માધવ ટેક્ષટીટ નામના કારખાનામાં કામ કરતા મુળ યુપી નાં બીસનપુરાનાં અરવિંદકુમાર સીંઘ ઉ.21 સવાર નાં સુમારે રોડ પરથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે પુરજડપે પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા બુરી રીતે ફંગોળાયેલા અરવિંદસીંઘ નું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યુ હતુ. અરવિંદસીંઘ અપરણીત હતા.દોઢ માસ થી કારખાનામાં કામ કરતા હતા.ત્રણ ભાઇઓ નો પરીવાર હોવાનું જાણવા મળ્યુછે.બનાવ અંગે તાલુકા પીએસઆઇ સોલંકીએ તપાસ હાથ ધરીછે.