મોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોત

મોરબી નજીકના પીપળી ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક ટ્રેક્ટર રિપેર કરતા યુવાન ઉપર હાઇડ્રોલિકની લારી પડવાના કારણે તેને શરીરે ઇજા થઈ હતી અને તે યુવાનનું…

મોરબી નજીકના પીપળી ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક ટ્રેક્ટર રિપેર કરતા યુવાન ઉપર હાઇડ્રોલિકની લારી પડવાના કારણે તેને શરીરે ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે રફાળેશ્વર નજીક જાંબુડીયા તળાવમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું છે જેથી પોલીસે તે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા પિંકેશભાઈ રતનભાઇ રાવલ (28) નામનો યુવાન જૂની પીપળી ગામ પાસે આવેલ સિરામિકની બાજુમાં ટ્રેક્ટર રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન હાઇડ્રોલિકની લારી તેના ઉપર પડી હતી જેથી કરીને તે યુવાનને ગંભીર થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

મોરબી નજીકના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ જીઓ ટેક સિરામિકની બાજુમાં જાંબુડીયા તળાવમાં કોઈ અજાણ્યો 40 થી 45 વર્ષનો યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેની લાશને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની નિલેશભાઈ ખોડાભાઈ પાંચિયા (25) રહે. રફાળેશ્વર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *