રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે રહેતા અનિલ લાલસીંગભાઇ જમરા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મનસુખભાઈની વાડીએ હતો. ત્યારે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અનિલ જમરા મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને બે ભાઈ એક બહેનમાં નાનો છે. અનિલ જમરાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આકાશવાણી ચોકમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતી માનશીબેન નીલાંગભાઈ જોશી નામની 26 વર્ષની પરિણીતા રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. માનશીબેન જોશીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં માનશીબેનના નવ મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.