ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલી દોમડીયા સોસાયટીમાં રહેતા પ્રદીપ ભરતભાઈ સાકરીયા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સંધ્યા ટાંણે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં પ્રદીપ સાકરીયા બે ભાઈમાં મોટો અને અપરિણીત છે.
પ્રદીપ સાકરીયાએ મિત્ર ઘોઘી પાસેથી રૂા.14000 હાથ ઉછીના લીધા હતાં. મિત્ર ઘોઘીએ ચાર દિવસ પહેલા 14000ના 16000ની માંગણી કરી હેરાન કરતો હોવાના આક્ષેપ સાથે યુવાને એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
