શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા નજીક લોક માન્ય તીલક ટાઉનશીપમા રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી રીક્ષા ચાલક યુવાને સાતમા માળેથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. યુવાનના મોતથી પરીવારમા શોક છવાઇ ગયો હતો આ મામલે બી ડીવીઝન પોલીસે કાગળો કર્યા હતા.
વધુ વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બ્રીજ પાસે વેલનાથપરા લોક માન્ય તીલક ટાઉનશીપ એ વિંગમા રહેતા હરદેવભાઇ સુરજભાઇ પરમાર (ઉ.વ. 3પ) એ ગઇકાલે મોડી રાતે ટાઉનશીપના સાતમા માળેથી પડતુ મુકતા તેમને 108 ના ઇએમટી ભાવેશભાઇ વાઢેરે મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ. એસ. સ્યોરા અને સ્ટાફે કાગળો કર્યા હતા. તેમજ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો.
પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે હરદેવભાઇને સંતાનમા એક પુત્ર અને પોતે 3 ભાઇમા વચેટ હોવાનુ જાણવા મળ્યુ છે તેમજ પોતે રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. હરદેવભાઇએ ગૃહ કલેશથી કંટાળી પગલુ ભરી લીધુ હતુ.
