શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે વીર સાવરકર નગરમાં રહેતા પ્રૌઢે અગમ્ય કારણસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જયારે નહેરૂનગરમાં પરિણીતાએ ફિનાઇલ પી લીધી હતી.
જાણવા મળતી વિગત મુજબ અવધના ઢાળ નજીક ડેકોરા પાસે આવેલા વીર સાવરકર નગરમાં રહેતા ભાવેશભાઇ નવીનભાઇ નથવાણી (ઉ.વ.59) નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે યુનિ.પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં નહેરૂનગર શેરી નં.4માં રહેતા અનીષાબેન વિમલભાઇ પરમાર (ઉ.વ.20)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે કોઇ કારણસર ફિનાઇલ ગટગટાવી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.